ભીલડી સમદડી રેલવે લાઈન પર ડીસાની ગોઢા ફાટક પાસે સોમવારે બપોરે એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવકની હજુ ઓળખ થઇ નથી. ભીલડી રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા-થરાદ હાઇવે પર આવેલી ગોઢા રેલવે ફાટક પર સોમવારે બપોરના સુમારે પસાર થતી માલગાડી નીચે અચાનક એક યુવકે ઝંપલાવી દેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ભીલડી રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી તપાસ કરતા યુવક પાસેથી કંઈ ન મળતા યુવકની હજુ સુધી ઓળખ થઈ નથી. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.