ગોધરા.. પંચમહાલ..

તારીખ ૧૯/૦૫/૨૦૨૪ રવિવાર ના રોજ ગોધરા ખાતે ભાલેજ જનરલ હોસ્પિટલ અને તૈબા જનરલ હોસ્પિટલ ના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં ૪૦૦ થી પણ વધારે દર્દી ઓએ ભાગ લીધો હતો જેમાં ઘણી બધી નાની મોટી બીમારી ની તપાસ કરવામાં આવી અને ઘણા બધા ઓપરેશન કરવાની જરૂર હોવાનું જણાતા તેઓ ને ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડ થકી ફ્રી માં અને કેશ માં રાહતદરે કરી આપવાની બાંહેધરી આપવામાં આવી આ કેમ્પ માં ભાલેજ જનરલ હોસ્પિટલ માં સેવા આપતા અનુભવી ડોક્ટર દ્વારા તપાસ કરી ને ચેકઅપ કરી ને જરૂરી દવાઓ અને સુગર ટેસ્ટ અને ઈ. સી.જી ફ્રી માં કરી આપવામાં આવી અને ભાલેજ જનરલ હોસ્પિટલ ના ડોક્ટર જે હાજર રહ્યા તે નીચે મુજબ હતા અને ગોધરા માં પેહલી વાર આટલી મોટી ટીમ અને સ્પેસ્યાલિસ્ટ ડોક્ટર ટીમ દ્વારા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું 

૧.ડોક્ટર નીરવ ઠાકર ( એમ.ડી.ફિજિસયન)

૨.ડોક્ટર પ્રાચી વાણી (પીડિયાટ્રીશ્યન)

૩.ડોક્ટર જયેશ તરલ (ઓર્થોપેડિક) 

૪.ડોક્ટર નીલમ જોહરવાલ (ગાયનેક)

૫.ડોક્ટર બીરેન પાંડે (જનરલ સર્જન)

૬.ડોક્ટર ડિમ્પલ ઇસરાણી (ડેન્ટલ સર્જન)

૭.ડોક્ટર નયન ઉપાધ્યાય (સી.ઈ. ઓ)

ગોધરા ગામ ના વતની ઓ એ કેમ્પ નો ભરપુર લાભ લીધો અને આ મોંઘવારી માં પોતાના મેડિકલ તપાસ ના ખર્ચા થી રાહત પોંહચાડવા માટે એકતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત (તૈબા જનરલ હોસ્પિટલ) અને ભાલેજ જનરલ હોસ્પિટલ નો આભાર વ્યક્ત કર્યો હતો ઉપર વાડા નો એહસાન કે આવા ફ્રી કેમ્પ કરાવી ને તમામ નાગરિક ને રાહત પોંહચાડવાનું કામ અમારા હાથ થી કરાવતા રહે ગોધરા ગામ વાસી નો અને કેમ્પ માં ભાગ લેનાર નો કેમ્પ ને સફળ બનાવા બદલ તમામ આયોજક આભાર વ્યક્ત કરે છે 

રિપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.