દેશ વિદેશમાં જાણીતી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વિદેશી સ્ટુડન્ટ ભણવા આવી રહ્યા છે, હાલમાં એમએસ યુનિમાં આર્ટ્સ, કોમર્સ, ફાર્મસી, સોશિય વર્ક, ફાઇન આર્ટસ, જર્નલીઝમ, સંસ્કૃત મહાવિદ્યાલય સહિતની વિવિધ ફેકલ્ટીમાં વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. જેમા અત્યાર સુધીમાં 173 વિદેશી વિદ્યાર્થીઓએ એડિશન લીધું છે અને હજું આ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવા પામી છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનું નામ ટોચની યુનિવર્સિટીમાં સામેલ છે અને તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે અને વિદેશમાંથી મોટાભાગે મોરેશિયસ, જર્મની, ઘાના, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કેન્યા, ફિજી, શ્રીલંકા, મોરોક્કો, નેપાળ સહિતના દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વડોદરા આવે છે.
ગુજરાતના વડોદરામાં આવેલ MS University ની શુરૂઆત વર્ષ 1949 માં થઈ હતી. અહીં બધી જ પ્રકાર નાં કોર્ષનો અભ્યાસ આપવામાં આવે છે. અહીંથી વિદ્યાર્થીઓ ભણી ગણી સારી સારી પોસ્ટ પર નોકરી કરી રહયા છે અને કેટલાય નેતા,પોલીસ,ઉચ્ચ અધિકારીઓ,બિઝનેસમેન બન્યા છે.
એમએસ યુનિમાં વિદેશથી વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહયા છે.