આણંદ એસ ટી સ્ટેન્ડ માં પાણી ની પરબ છે પણ પરબ માં પાણી નથી.

ચરોતર ભૂમિ નાં આણંદ બસ સ્ટેન્ડ માં મુસાફરો માટે પીવાના પાણીની પરબ શોભાના ગાંઠિયા જેવી..

આણંદ શહેર માં નવા બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે સુધ્ધ પાણી  પરબ બનાવવામાં આવેલ છે પરંતું પરબ તો છે પણ પરબ માં પાણી નથી. દિવસે દિવસે ગરમી નો પારો વધતો જાય છે. આવાં ભર ઉનાળા માં આણંદ નાં નવા બસ સ્ટેન્ડ પાણી વગર મુસાફરો હેરાન પરેશાન થાય છે.

બસ ડેપોના પદ પર વિરાજમાન અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બસ ડેપોનાં અધિકારીઓને થોડી ઘણી માનવતા બચી નથી.

 તાત્કાલિક ધોરણે પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરોમાં લોક માંગણી છે.

 એસ ટી ડેપો નાં અધિકારીઓ એસી માં બેઠા બેઠા અને ઠંડા પાણી નાં કૂલર ભરેલા છે તેવી સુવિધાઓ થીં સજ્જ છે. જ્યારે આમ મુસાફરો માટે કોઈ ઠંડા પાણી જેવી સામાન્ય સુવિધા નથી .