ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અનુસરવી રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ : હવામાન વિભાગ દ્વારા હાલ હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સાવચેતી એ જ સલામતીને અનુસરીને ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા જરૂરી છે. અત્યારે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધે છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)થી બચવા યોગ્ય પગલાઓ ભરવા આવશ્યક છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી વધુ માત્રામાં પરસેવો થાય છે. શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો થવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, ઉબકા અને ઉલ્ટી થવી, ચામડી લાલ-સૂકી અને ગરમ થવી, હૃદયના ધબકારા વધવા જેવી અસરો અનુભવાય છે.
આરોગ્ય પર થતી આ વિપરીત અસરોથી બચવા આપેલ મુજબ યોગ્ય પગલાઓ લેવાના રહે છે. નાગરિકોએ ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ બને ત્યાં સુધી તડકામાં ફરવું નહી. દિવસ દરમ્યાન પુષ્કળ માત્રામાં પાણી અને લીંબુ શરબત સહિતનું પ્રવાહી પીતા રહેવું. ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને આવશ્યકતા જણાય ત્યારે ભીના કપડાથી શરીરને અવાર-નવાર લુછતું રહેવું. ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. માથાનો દુઃખાવો થવો, બેચેની થવી, ચક્કર આવવા, ઉબકો કે તાવ આવે તો નજીકના દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર વિના વિલંબે તરત લેવી.