રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હંમેશા ભારતીય કલાકારો માટે ખાસ રહ્યા છે અને દેશભરના કલાકારોને સન્માનિત કરતા આજે દિલ્હીમાં 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન નેશનલ મીડિયા સેન્ટર, દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેસ્ટ એક્ટરથી લઈને સિંગર સુધીના એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમમાં સૌની નજર બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસના નામ પર ટકેલી હતી અને હવે આ નામ પણ સામે આવી ગયું છે. આ વર્ષે બે કલાકારોને આ એવોર્ડ મળ્યો છે. અજય દેવગન અને સાઉથ એક્ટર સુર્યાને 68મો નેશનલ ફિલ્મ બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ મળ્યો છે.

68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગનને ફિલ્મ ‘તાનાજીદ અનસંગ’ માટે અને સૂર્યાને ફિલ્મ ‘સૂરરાય પોત્રુ’ માટે આપવામાં આવ્યો હતો. અજય દેવગન માટે તેની આ ફિલ્મ ઘણી રીતે ખાસ છે. તે અભિનેતાની કારકિર્દીની 100મી ફિલ્મ હતી, જેમાં અજય દેવગણે મરાઠા ઓળખ બતાવી હતી. ફિલ્મમાં, અજય દેવગણે બહાદુર સુબેદાર તાનાજી માલુસરેનું પાત્ર ભજવ્યું હતું, જેઓ મરાઠા સામ્રાજ્ય પર ફરીથી કબજો કરવા માટે ક્રૂર મુઘલ સરદાર ઉદયભાન સિંહ રાઠોડ (સૈફ અલી ખાન) સામે લડે છે. આ ફિલ્મે 250 કરોડથી વધુની કમાણી કરી હતી.

સૂર્યાની ફિલ્મ ‘સૂરરાય પોત્રુ’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. જો કે, આ ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થઈ નથી અને આ કારણોસર આ ફિલ્મની રિમેક પણ બનવા જઈ રહી છે. આ ફિલ્મની રિમેકમાં અક્ષય કુમાર જોવા મળશે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેની ફિલ્મની રિમેકમાં સુર્યા પણ જોવા મળશે.