- ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામ ની સરકારી સ્કૂલમાં વિધાર્થીની માત્ર ૧૧ વર્ષ ની દીકરી સાથે અડપલા કર્યા ની જાણ થતાં દિકરી ના પરિવાર સહિત સમગ્ર ગ્રામ જનોએ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો.
મામલો વધારે ગંભીર બનતાં પોલીસ નેં જાણ કરતા ધટના સ્થળે પહોંચી હતી પરંતુ લોકોના આક્રોશના કારણે શિક્ષકને ટોળાથી બચાવવામાં આવ્યા હતા, અને આચાર્ય દ્વારા વાતને દબાવવાના પુરાં પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે વાલીઓએ શાળાના આચાર્ય શાંતિલાલ નાડોળાને ટેલીફોનીક જાણ કરેલી હતી આચાર્ય દ્વારા વાલીને ફોન કરી ધરે આવવા જણાવવા વાલીઓએ સ્પષ્ટ ઈનકાર કરી દીધેલ ત્યારે શાળામાં જતા રડવા લાગી હતી અને તેણે અન્ય શિક્ષકને પોતાની સાથે શાળામાં પીટી વિષયનાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિહાર બારડે અડપલા કર્યાનું જાણવતા આ ધટના બહાર આવી હતી ત્યારે ગ્રામ પંચાયતના સભ્યોને લેખિત રજૂઆત કરેલ તેમાં જણાવેલ કે સ્પોર્ટ્સ શિક્ષક દ્વારા બ્રેક દરમિયાન ધોરણ પાંચમાં અભ્યાસ કરતી ૧૧ વર્ષની વિદ્યાર્થી, ને કલાસ વર્ગમાં બોલાવી શારીરિક અડપલા કર્યા હતા, અને પરિવારને જાણ થતાં ગામ લોકો સાથે એકઠા થયા અને શિક્ષકને મેથીપાક સખાડ્યો હતો ત્યારે બાદ ઘટનાની જાણ થતાજ વાલીઓમાં અને ગામ જનોમા ચિંતાનો વિષય બની ગયો હતો