મુંબઈથી સાયબર સેલની ટીમે 1.25 કરોડની છેતરપિંડી મામલે નાઈજીરિયન ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ગેંગના સભ્યો દવા બનાવવા માટે કાચો માલ, પ્લુમેંશિયા ઓઈલ અને બીજ વેચવાના નામે યુવતીની પ્રોફાઈલ ફેસબુક પર મુકીને લોકોને છેતરતા હતા. પ્લકેન્ટિયાના બીજ અને તેલનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે.

નાઈજીરીયન ગેંગ યુવતીની પ્રોફાઈલ ફેસબુક પર મુકતી હતી. આ પ્રોફાઇલમાં યુવતીને પ્લુકેન્ટિયા તેલ અને બીજનો વ્યવસાય કરતી બતાવવામાં આવી હતી. આ પ્રોડક્ટ સસ્તા ભાવની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. 1,24,02,500ની છેતરપિંડી આચરી હતી. આ ટોળકી દ્વારા ધંધાકીય વ્યવહારો કરીને લોકોને છેતરવામાં આવતા હતા. સાયબર સેલે એક આરોપીની ધરપકડ કરીને ઝડપી તપાસ શરૂ કરી છે