બળાત્કાર તેમજ પોક્સોના ગુનાના આરોપીને ગણતરીના કલાકો મા ચોરી કરેલ બાઇક સાથે આરોપીને પકડી પાડતી મહેમદાવાદ પોલીસ

(અહેવાલ સંજય ચુનારા ખેડા)

મહેમદાવાદ પો.સ્ટે ઇ.પી.કો.કલમ ૩૭૬(૨)(એન),૩૭૭,૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ ૩(એ).૪,૫(એલ),૬ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ઇ)ના મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુના સંબધે અસરકારક કામગીરી કરવા તેમજ આરોપીને વિના વિલંબે પકડી પાડવા મહે.પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયા સાહેબ નાઓએ સુચના આપેલ જે સુચના મુજબ મહે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એન.સોલંકી સાહેબ કપડવંજ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન.ખાંટે પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ખેડા એલ.સી.બી ની ટેકનીકલ મદદ લઇ ઉપરોકત ગુના ના આરોપીને શોધી કાઢી બાઇક સાથે ગણતરીના કલાકોમા પકડી લેવામા આવેલ છે અને ઉપરોકત ગુનાના કામે અટક કરવામા આવેલ તેમજ આરોપી પાસે રહેલ બાઇક બાબતે પુછપરછ કરતા સદર બાઇક વરસોલાથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ જેથી આ બાબતે બાઇકના માલીકનો કોન્ટેકટ કરી તેઓની ફરીયાદ લઇ આરોપી વિરૂધ્ધમા બાઇક ચોરીનો ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે.

આરોપી - હિમ્મતભાઇ ઉર્ફે આકલો ઘનશ્યામભાઇ પટેલ રહે.અકલાચા, તા.મહેમદાવાદ,જી.ખેડા