અમીરગઢના કપાસિયાથી ટ્રેક્ટર ટ્રોલીમાં ખેતીની ઉપજ ભરી ઇકબાલગઢ આવતા હતા. ત્યારે કપાસિયા ઘાટા પાસે ટ્રેક્ટરની બ્રેક ફેઇલ થતાં ટ્રોલી સાથેનું ટ્રેક્ટર પલટ્યું હતું. જેમાં એકનું મોત નિપજ્યું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમીરગઢના કપાસિયાથી રાજગરો, એરંડા અને વરિયાળી લઈને છવાજી દેવાજી સહિત સાત લોકો ખેતીની ઉપજ વેચવા મંગળવારે ઇકબાલગઢ આવતા હતા. ત્યારે કપાસીયા ઘાટો ચડાણ કરતી વખતે ટ્રેકટર ટ્રોલી સાથે પલટી ગયું હતું. કપાસીયા ઘાટો ચડાણવાળો હોવાના કારણે પ્રાથમિક અનુમાન પ્રમાણે ટ્રેક્ટરની બ્રેક ફેઇલ થઈ ગઈ હતી. બેકાબુ બનેલું ટ્રેક્ટર ટ્રોલી સાથે ઘાટા રોડ પરથી ઉતરી જઈ ખાડામાં પલટી મારી ગયું હતું. ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોને ઇજાઓ પહોંચી હતી.

 જોકે, ત્યાંથી પસાર થઈ રહેલા લોકો બનાવના પગલે પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી હતી અને 108 ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 65 વર્ષીય છવાજી દેવાજી ડુંગાસીયાનું મોત નિપજ્યું હતું.

જ્યારે પીન્ટુભાઈ સાજાભાઈને માથામાં વધુ વાગ્યું હતું, કાંતિભાઇ બાબુભાઈ ડુંગાસિયાનો પગ ભાંગી ગયો હતો અને ઘનાભાઈ ખિમાભાઈ બોગરિયા, પ્રેમાભાઈ મોતીભાઈ ડુંગાસીયા અને કૈલાશભાઈ પ્રાગાભાઇ કોળીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.