સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં તા. ૦૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ મહિલા હેલ્પલાઇન ૧૮૧ દ્વારા અજાણી મહિલાને બે નાના બાળકો સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. આ મહિલા સાથે કાઉન્સીલીંગ કરતા મહિલા પોતાનુ અલગ અલગ સરનામું બતાવતા હોઇ ને પોતે જે બોલે તે કૈ સમજાતુ ન હતું, પરંતુ તેમની બોલીને જુદા-જુદા સરનામા પર શોધ ખોળ કરતાં ચાર દિવસ પછી જાણવા મળ્યું કે આ મહિલા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચંદ્રાલા ગામના રહેવાસી છે. આ સરનામે તપાસ કરતા બેનનો પરિવાર મળી આવ્યો હતો.
પરિવારને આ મહિલાની જાણ કરતા આર્થિક પરિસ્થિતી નબળી હોવા છતાં સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર સાબરકાંઠામાં તેમના પરિવારમાંથી મહિલાના પતિ મહિલા અને બે બાળકોને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે આ મહિલા અને તેમના બે બાળકોને મહિલાના પતિને સોંપવામાં આવ્યા હતા. મહિલાના પતિ જાતેજ આવીને પોતાની પત્ની અને બે બાળકોનો કબજો મેળવ્યા બાદ પોતાના બે બાળકો અને પત્નીને સહિ સલામત જોઇને ખુબ જ લાગણીભર્યા શબ્દોથી સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગરનો અને સરકારનો આભાર માન્યો હતો.