જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રૂડસેટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો
બેરોજગાર યુવાન-યુવતીઓને નિઃશુલ્ક તાલીમ આપતી રૂડસેટ સંસ્થા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી - ખેડા તથા રૂડસેટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો.
આ તાલીમમાં ખેડા જિલ્લાના ગરીબી રેખા હેઠળની 33 બહેનોને રહેવા તથા જમવાની સુવિધા સાથે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર , બેન્ક ઓફ બરોડા, નડીઆદ, શ્રી આશુતોષ શ્રીવાસ્તવે તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યવસાયમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તકનિકી જ્ઞાનની સાથે સાથે વ્યક્તિમાં આત્મવિશ્વાસ, સખત મહેનત અને ધીરજ જેવા ગુણો આત્મસાત કરી જીવનમાં સફળતા મેળવી શકાય છે.
આ કાર્યક્રમમાં સંસ્થાના નિયામકશ્રી, લાદુરામ ભરલા સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ-સંજય ચુનારા-ખેડા