ડીસાના રાજપુર લોધાવાસમાં આવેલ એક મંદિરમાં ઉભેલા લીમડાના ઝાડમાં શુક્રવારે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. જેથી લોકોએ બાજુમાં બનાવેલ પશુઓને પાણી પીવા માટેના હવાડામાંથી પાણી લાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં આગ કાબૂમાં ના આવતા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને જાણ કરવામાં આવી હતી.
જેના પગલે નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક આવી પહોંચ્યું હતું અને ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે પણ આગ લાગી હતી.