આજ નો સમુહ લગ્ન ૨૦૨૪ એ
સ્તુતી આરાધના નો
સુવાર્તા નો
સાક્ષી નો
રૅવ આશિષ રાઠોડ સાહેબ ના સંદેશ નો
સમર્પણ નો
સહયોગ નો
ખ્રિસ્તી સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નો આત્મિક સમય
રૅવ શરદ મેકવાન સાહેબ ના સમજપૂર્વક ની લીડરશિપ નો સમય ....
આજનો સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નો સમૂહ લગ્ન નો સમય અને ખૂબ જ મોટી જનમેદની અને માનવ મહેરામણ વચ્ચે ખૂબ જ આશીર્વાદ સમય સાથે સાત યુગલો ને પ્રભુતા માં પગલાં પાડવા માટે ની જે ઉત્તમ તક અને પ્લેટફોર્મ ખ્રિસ્તી સમાજ ન આગેવાનો દ્વારા પૂરું પાડવામાં આવ્યું . આત્મિકની સાથે દૈહિક જમણ ની વ્યવસ્થા શ્રી નિતેશભાઇ અને તેમના કુટુંબ તરફથી ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું આપવામાં આવ્યું.
ખૂબ જ સુંદર મંડપ વ્યવસ્થા અને આટલી મોટી જનમેદની ૪૪ડિગ્રી ગરમી નો પારો પણ લગભગ ૩૦૦૦ જેટલા લોકો હાજર રહ્યા.
ખૂબ આશીર્વાદિત સમય રહ્યો.
અમારી આજની આ કામગીરી જોઈને આવતા વર્ષ માટેના સમૂહ લગ્ન માટે કેટલાય દાતાઓ અગાઉથી તેમનું નામ નોંધવી ગયા છે મદદ કરવાની ભાવના સાથે વચન આપ્યું છે તેઓએ તેમના નામ આપ્યા છે.અગાઉ થી અમે મદદ કરવા માટે તૈયારી બતાવી છે
પ્રભુ નો આભાર . સુંદર વ્યવસ્થા અને આયોજનને તમામ લોકોએ બિરદાવ્યું હતું સાથે જમવાની પણ વ્યવસ્થા ખૂબ જ સુંદર હતી અને કરિયાવરમાં પણ લોકોએ પુષ્કળ આપ્યું હતું. કમિટી
લોકોની ખૂબ લોકો ની સેવા કરી અને કામગીરી સફળ બનાવી હતી..
આજનું આકર્ષણ
ધારાસભ્ય શ્રી યોગેન્દ્ર સિંહ પરમાર સાહેબ હાજર રહી ખ્રિસ્તી સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની આ કામગીરી ને બિરદાવતા ૫૧૦૦૦ નું દાન જાહેર કર્યું હતું..