એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં વરસાદની હવામાન વિભાગની આગાહી ગુજરાતીઓને ગરમીથી જલ્દી જ રાહત મળવાની છે. ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી,

 હાલ તો ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પંરુત બે દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. 

આવતીકાલથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના લગભગ 10 થી વધુ જિલ્લાઓમાં વરસાદ આવશે. 

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થશે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળશે. આવતીકાલે વીજળીના કડાકા સાથે ગુજરાતભરમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. આગામી ચારથી પાંચ દિવસ હળવા વરસાદ રહેશે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.

ત્રણ દિવસ બાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પરંતુ ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદ આવશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે.