જુનું બસ સ્ટેન્ડ પાડી દેતાં મુસાફરો તાપમાં શેકાયા..

એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરતા મુસાફરો ભારે હાલાકી..

મહિસાગર જીલ્લાના વિરપુર મથકે કરોડો રૂપિયાના ખર્ચે નવીન બસ સ્ટેન્ડની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે જુનુ બસ સ્ટેન્ડ જર્જરીત થતાં તોડવાની કામગીરી હાલ ચાલુ છે ત્યારે મુસાફરો ઉભા રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના કરતા મુસાફરો ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વિરપુર બસ સ્ટેન્ડ નવીનીકરણ માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચીને નવીન બસ સ્ટેન્ડ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ દરમ્યાન જુના બસ સ્ટેન્ડનો કેટલો હિસ્સો તોડી પાડવામાં આવી રહ્યો છે આ વચ્ચે મુસાફરોને બેસવાની કે ઉભા રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના લીધે બસ સ્ટેન્ડમા આવતા મુસાફરોને ઉનાળાના તાપમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે જુનું બસ સ્ટેન્ડનો કેટલો હિસ્સો બે દિવસથી પાડવાની કામગીરી ચાલુ કરી છે જે દરમિયાન મુસાફરો માટે જુના બસ સ્ટેન્ડમા બેસવા કે ઉભા રહેવા માટેનું બંધ કરી દેવામાં આવતા મુસાફરો તાપમાં શેકાયા હતા 

ત્યારે એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ હાલ ધમધમતા ઉનાળો માથે છે ત્યારે બસ સ્ટેન્ડ પર મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા લોકો ગરમીમાં શેકાઇ રહેવા મજબૂર બન્યા છે ત્યારે એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે મુસાફરો માટે હંગામી ધોરણે સેડ ઉભો કરવામાં આવે તેવી મુસાફરો માંગ ઉઠી છે..

રિપોર્ટ . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર