છોટાઉદેપુર જિલ્લામાં સિથોલ શાળા ની બાળાએ ૭૦૦ માંથી ૬૪૫ ગુણ મેળવી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ સ્થાન
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર તાલુકાની સીથોલ હાઈસ્કૂલની બાળાએ સામાન્ય પ્રવાહમાં ૭૦૦ માંથી ૬૪૫ ગુણ મેળવી ૯૨.૧૪ % લાવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા સમાજનું ગૌરવ વધાર્યું છે.
સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખે જણાવ્યા મુજબ રાઠવા અક્ષરીબેન નાગજીભાઈ ૭૦૦ માંથી ૬૪૫ ગુણ મેળવી ૯૨.૧૪ ટકા લાવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અક્ષરીબેન શાળાના આચાર્ય શાહિદભાઈ શેખ, મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા, ઉપપ્રમુખ તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ ખૂબ ખૂબ અભિનંદન તેમજ આગળના શિક્ષણ માટે તમામ જરૂરિયાતો પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી. અક્ષરીબેન ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ અંગ્રેજી સાથે બી એ કરી યુપીએસસીની પરીક્ષા આપી આઈએસ ઓફિસ માં દેશની સેવા કરવાની ઈચ્છા દર્શાવે છે. તેઓનું સપનું સાકાર કરવા માટે આચાર્ય શહિદવાઈ શેખે સહકાર આપવાની ખાત્રી આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ ૯૧.૯૩ ટકા છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ૯૧.૮૪ ટકા છે. જેમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ની વિદ્યાર્થીને અક્ષરીબેન નાગજીભાઈ રાઠવા ૭૦૦ માંથી ૬૪૫ ગુણ મેળવી ૯૨.૧૪% લાગે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી કવાંટ ઇંગલિશ સ્કૂલ ના વિદ્યાર્થી હરિજન હિતેશભાઈ પ્રવીણભાઈ ૭૦૦ માંથી ૬૪૦ ગુણ મેળવી ૯૧.૪૨ ટકા સાથે જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શ્રી કવાંટ ઇંગ્લિશ સ્કૂલ ના શેખ મુસ્કાનબાનુ મહંમદસિદ્દીક ૭૦૦ માંથી ૬૩૬ હું સાથે ૯૦.૮૫ % પ્રાપ્ત કરી તૃતીય સ્થાન જિલ્લામાં મેળવી છે. આ તમામ ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
તેવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ૮૨.૪૫ ટકા છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ૫૧.૩૬ ટકા છે. છોટાઉદેપુર જિલ્લામાં ૧,૦૬૮ પરિક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૧,૦૬૭ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં શેઠ એચ એચ શીરોલાવાલા હાઈસ્કૂલ ની ત્રણ વિદ્યાર્થીનીઓ જિલ્લામાં એક થી ત્રણ નંબર મેળવ્યા છે. જેમાં મોક્ષા અલ્પેશભાઈ ભગત ૬૫૦ માંથી ૫૯૮ ગુણ મેળવી ૯૨ ટકા લાવી પ્રથમ, મંતશાબાનું ઈમ્તિયાઝ અલી ૬૫૦ માંથી ૫૬૯ ગુણ સાથે ૮૭.૫ ટકા લાવી દ્વિતીય સ્થાન જિલ્લામાં મેળવ્યું છે. જ્યારે અસ્ફિયા ઇમારણભાઈ મન્સુરી ૫૬૪ ગુણ સાથે ૮૬.૮ ટકા મેળવી જિલ્લામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.