છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં ભેંસાવહી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 

           છોટાઉદેપુર જિલ્લામાં ભેંસાવહી કેન્દ્રનું ૯૮.૮૧ % પરિણામ લાવી સૌથી વધુ પરિણામ મેળવી પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યારે સીથોલ હાઇસ્કુલની બાળાએ સામાન્ય પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

           એચએસસી સામાન્ય પ્રવાહ ૨૦૨૪ નું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એચ.એસ.સી ના આઠ કેન્દ્રોમાંથી ભેંસાવહી કેન્દ્રમાં ૪૧૯ વિદ્યાર્થી માંથી ૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થતા ૯૮.૮૧ % મેળવી જિલ્લામાં સૌથી વધુ પરિણામ પ્રાપ્ત કર્યું છે. જ્યારે છોટાઉદેપુર કેન્દ્રમાં ૯૬૧ વિદ્યાર્થીઓમાંથી ૭૯૬ વિદ્યાર્થીઓ પાસ થતા ૮૨.૮૩ % પરિણામ મેળવી જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. 

             ભેંસાવહી હાઈ સ્કૂલના આચાર્ય ડી.સી કોલીએ જણાવ્યા મુજબ શાળામાં ૧૧૩ વિદ્યાર્થી માંથી ૧૧૩ વિદ્યાર્થીઓ પાસ થતાં ૧૦૦ % પરિણામ આવવા પામ્યું છે. રાઠવા વેસ્લીબેન વી. ૭૦૦ માંથી ૫૫૬ ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાવીજેતપુર હાઈસ્કૂલના આચાર્ય સંજય શાહના જણાવ્યા મુજબ ૩૦૭ વિદ્યાર્થી માંથી ૩૦૪ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૯.૦૨% રિઝલ્ટ આવવા પામ્યું છે. રાઠવા હિરેનબેન બલસિંગભાઈ ૭૦૦ માંથી ૬૩૫ ગુણ મેળવી ૯૦.૭૧ ટકા લાવી પ્રથમ નંબરે રહી હતી. સજવા સ્કૂલમાં ૩૪ માંથી ૩૪ વિદ્યાર્થીઓ પાસે ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે રાઠવા નિકુંજભાઈ હસમુખભાઈ ૫૭૦ ગુણ મેળવી ૮૧.૪૩% લાવી પ્રથમ સ્થાને રહ્યા છે. કદવાલ હાઇસ્કુલ માં ૭૭ માંથી ૭૨ વિદ્યાર્થીઓ પાસ થતાં તા ૯૩.૫૦ ટકા પરિણામ આવ્યું છે. બારીયા કલ્પનાબેન મહેશભાઈ ૫૧૭ ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલારાણી હાઇસ્કુલ માં ૫૯ માંથી ૫૮ વિદ્યાર્થીઓ પાસ થતા ૯૮.૩૧% પરિણામ આવ્યું છે. રાઠવા વૈશાલીબેન સુંદરભાઈ ૫૫૩ ગુણ લાવી શાળામાં પ્રથમ રહ્યા છે. ડુંગરવાંટ હાઇસ્કુલ માં ૭૦ માંથી ૭૨ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૭.૨૨% પરિણામ આવ્યું છે. રાઠવા રશ્મિકાબેન રમેશભાઈ ૫૬૧ ગુણ મેળવી શાળામાં પ્રથમ રહ્યા છે. શાસ્ત્રી વિદ્યાલય સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ જણાવ્યા પ્રમાણે ૧૦૭ વિદ્યાર્થી માંથી ૧૦૬ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૯.૦૬ ટકા પરિણામ આવ્યું છે. રાઠવા અક્ષરીબેન નાગજીભાઈ ૭૦૦ માંથી ૬૪૬ ગુણ મેળવી ૯૨.૧૪ % લાવી શાળામાં તેમજ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

           આમ, છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર કેન્દ્રમાં ૯૬૧ માંથી ૭૯૬ વિદ્યાર્થીઓ પાસ થતાં ૮૨.૮૩ ટકા પરિણામ આવ્યું છે. બોડેલી કેન્દ્રમાં ૮૨૪ માંથી ૭૬૮ વિદ્યાર્થી પાસ થતાં ૯૩.૨૦ ટકા પરિણામ આવ્યું છે. કવાંટ કેન્દ્રમાં ૬૮૯ વિદ્યાર્થીઓમાંથી ૫૮૧ વિદ્યાર્થીઓ પાસ થતાં ૮૪.૩૩ ટકા પરિણામ આવ્યું છે. સંખેડા કેન્દ્રમાં ૪૭૭ માંથી ૪૬૩ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૭.૦૬ ટકા, પાવીજેતપુર કેન્દ્રમાં ૫૩૩ માંથી ૫૦૯ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૫.૫૦ ટકા, ભેંસાવહી કેન્દ્ર ઉપર ૪૧૯ માંથી ૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૮.૮૧%, ભીખાપુરા કેન્દ્ર ઉપર ૪૩૦ માંથી ૪૦૬ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૪.૪૨ ટકા તેમજ નસવાડી કેન્દ્ર ઉપર ૧૦૩૯ વિદ્યાર્થીઓ માંથી ૯૯૮ વિદ્યાર્થી પાસ થતાં ૯૬.૦૫ ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધારે પરિણામ ભેંસાવહી કેન્દ્રનું આવવા પામ્યું છે.