ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજ, ડી.પી.ઓની સમસ્યા, વારંવાર ફીડરોમાં ફોલ્ટ સર્જાવાની સમસ્યાથી ખેડૂતો હેરાન-પરેશાન થઇ ગયા છે અને ઓછા વોલ્ટેજથી ખેડૂતોની મોટરો બળી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો છે. ત્યારે ડીસા ભારતીય કિસાન સંઘના કાર્યકરો દ્વારા બુધવારે ડીસા કાર્યપાલક ઇજનેરને ખેડૂતોને આ સમસ્યાઓને હલ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે. જ્યારે ડીસા કાર્યપાલક ઇજનેરે ખેડૂતોની આ સમસ્યાઓનું બે દિવસમાં હલ કરવાની બાંહેધરી આપી છે. જો આ સમસ્યાઓનું બે દિવસમાં હલ નહી થાય તો ડીસા કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતો ધરણાં પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લો પશુપાલન આધારીત છે. ત્યારે ડીસા તાલુકાના ખેડૂતોને દિવસને દિવસે નુકશાન ભોગવવાનો વારો આવે છે. ત્યારે ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજની સમસ્યા, ડી.પી.ઓની સમસ્યા અને વારંવાર ફીડરો ફોલ્ટ સર્જાવાની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે અને ઓછા વોલ્ટેજથી ખેડૂતોની મોટરો બળી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવે છે. જ્યારે વીજળીના પ્રશ્નો બાબતે મૌખિક અને ટેલીફોનીકથી વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નો હલ કર્યાં નથી.

જ્યારે કોઠા ભાડલી સબ સ્ટેશનમાંથી નીકળતાં વસંત ફીડરમાં ઓછા વોલ્ટેજ અને વારંવાર ફોલ્ટ સર્જાય છે અને કોઠા ભાડલીથી ચંદાજી ગોળીયા અને ચત્રાડાનો જે નવો ફીડરની લાઇન તૈયાર થયેલ છે તે યુદ્વના ધોરણે તાત્કાલીક ચાલુ કરવી, બાઇવાડા સબ સ્ટેશનમાંથી નીકળતાં કેનાલ ફીડર અને રામા ફીડર વારંવાર ફોલ્ટમાં સર્જાય છે અને લો વોલ્ટેજ આવે છે. રાણપુર સબ સ્ટેશનમાંથી નીકળતાં અંબાજી ફીડર અને માઝરી ફીડરોમાં ફોલ્ટ સર્જાય છે.

જ્યારે ડીસા તાલુકામાં લોડ વધારાની ડી.પી.ઓ છેલ્લા કેટલાંક સમયથી સમયસર મળતી નથી. આ તમામ સમસ્યાઓનું નિરાકરણ માટે બુધવારે ડીસા ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતોએ એકત્ર થઇ ડીસા જી.ઇ.બી.ની કચેરીમાં ફરજ બજાવતા ડીસા વિભાગીય કચેરી-2 માં કાર્યપાલક ઇજનેર આર.સી.ગઢવીને લેખિત રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ તમામ સમસ્યાઓને બે દિવસમાં હલ કરવાની બાંહેધરી આપી છે. જો તમામ સમસ્યાઓનું નિરાકરણ નહી આવે તો ડીસા કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતો ધરણાં પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી છે. 

આ અંગે ડીસા વિભાગીય કચેરી-2 ના આર.સી.ગઢવીએ જણાવ્યું હતું કે, ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજની સમસ્યા, ડી.પી.ઓની સમસ્યા અને વારંવાર ફીડરો ફોલ્ટમાં જવાની સમસ્યાથી ખેડૂતો અટવાઇ રહ્યા છે. આ તમામ સમસ્યાઓનું બે દિવસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપું છું.

આ અંગે ભારતીય કિસાન સંઘના ડીસા તાલુકા પ્રમુખ મોહનલાલ ભેરાજી સોલંકી અને ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકા મંત્રી ગણેશાજી ગીરધારજી જાટે જણાવ્યું હતું કે, ડીસા તાલુકાના ખેડૂતોના લો વોલ્ટેજની સમસ્યા, ડી.પી.ઓની સમસ્યા અને વારંવાર ફીડરો ફોલ્ટમાં જવાની સમસ્યાથી ખેડૂતો હેરાન-પરેશાન થઇ ગયા છે અને ઓછા વોલ્ટેજથી ખેડૂતોની મોટરો બળી જાય છે. 

આ તમામ સમસ્યાઓનું નિરાકરણ માટે ડીસા જી.ઇ.બી. કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તમામ સમસ્યાઓનું બે દિવસમાં હલ કરવાની બાંહેધરી આપી છે. જો સમસ્યાઓનું નિરાકરણ નહી આવે તો ડીસા ભારતીય સંઘના કાર્યકરો અને ખેડૂતો થઇ ધરણાં બેસવાની ચિમકી પણ ઉચ્ચારી છે.