ડીસામાં રાત્રે એલિવેટેડ બ્રિજ નીચે મારુતિ કાર અને શાકભાજી ભરેલ રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સર્જાઈ છે. અકસ્માતમાં રીક્ષા પલટી ખાતા ભરેલી રોડ પર શાકભાજી વેરાઇ ગઇ હતી.

ડીસામાં મોડી રાત્રે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં શાકભાજી ભરેલી રીક્ષા દિપક હોટલ આગળથી પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી આવી રહેલ કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શાકભાજી ભરેલી રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને અકસ્માતગ્રસ્ત રીક્ષામાંથી ચાલકને બહાર નીકળ્યો હતો.

આ બનાવના પગલે ડીસા શહેર પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં રિક્ષામાં ભરેલ શાકભાજી રોડ પર વેરાઈ જતા શાકભાજીનો ઢગલો થઈ ગયો હતો. જેથી પોલીસે તરત જ રિક્ષા સહિત શાકભાજીનો માલ સામાન સાઈડમાં ખસેડી રોડ ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી.