થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે માતાજી કલેશ્વરના પ્રાણ પ્રતિષ્ઠા ના શુભ દિવસે રાત્રે જાગરણ તેમજ યજ્ઞ કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજે શ્રાવણ સુદ ચૌદસના શુભ દિવસે થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે માતાજી કલેશહર માતાજી ના દરવર્ષે રાત્રી જાગરણકરવામા આવે છે વર્ષોથી રાવ કુળની કુળદેવી એવી કલેશહર માતાજી લુવાણા ગામમાં બિરાજમાન છે ત્યારે સર્વે ગ્રામજનો તેમજ માતાજીના પૂજારી નરસી એચ દવે મહારાજ વિષ્ણુભાઈ દવે નરસી એચ દવે મહારાજ હનુમાનજીના ઉપાસક છે સાથે સાથે ગૌભક્ત છે અને માતાજીના પૂજારી છે તો એમના સાનિધ્યમાં સર્વે ગ્રામજનો આજે શ્રાવણ સુદ ચૌદશના શુભ દિવસે રાત્રે જાગરણ ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો કલાકાર શ્રી બાળ કલાકાર ચંદ્રિકાબેન પટેલ બેવટા તેમજ રાજેશ્વરી ડીજે સાઉન્ડ થરા અને નરેશભાઈ ચૌધરી રાહ અન્ય કલાકારો સાથે ભવ્યથી ભવ્ય જાગરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામ લોકો આ કાર્યક્રમમાં નાચ ગાન કરી માતાજીની ભક્તિ કરી પૂનમની સવારમાં માતાજીનો યજ્ઞ અને માતાજીને વાઘા પહેરાવી આશીર્વાદ લીધા સર્વે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે માતાજીના આ રૂડા કાર્યક્રમો ફાળો આપી ધન્યતા અનુભવી સર્વ ગ્રામજનો હજારોની સંખ્યામાં લોકો ભેગા મળીને આ અવસરને ઉજવેછે મહા કલેશહર સુખી રાખે અને સર્વેના કલેશ દૂર કરે એવી મહારાજ અને પુજારી નરસી એચ દવે માતાજીને પ્રાર્થના કરી માતાજી સૌનો કલ્યાણ કરે અને તમામ ગ્રામજનોએ જે પ્રકારે ગાયો ની અંદર રોગ આવ્યો છે તેને તે માતાજીને પ્રાર્થના કરી હતી ગામની અંદર અને ગાય ની અંદર સુખ-શાંતિ બની રહે એવી જગદંબાને પ્રાર્થના કરી હતી અને આ કાર્યક્રમ સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો અને સમસ્ત લુવાણા કળશ ગ્રામજનોના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં આવીને આ પ્રસંગમાં હાજરી આપી હતી અને તમામ ગ્રામજનોએ માતાજીના ગુણગાન અને ભજન કીર્તન કર્યા હતા
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી