ડીસાના બાઈવાડા નજીક શનિવારે રાત્રે કાર ચાલકને ઝોંકુ આવતાં કાર રોડ સાઈડે ઉતરી ગઇ હતી. આ કારમાં સવાર બે મહિલાઓને ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.

રાજસ્થાનના રાણીવાડાનો નટ પરિવાર તબીબી સારવાર માટે શનિવારે કાર લઈ ડીસા આવ્યો હતો. જયાં ખાનગી હોસ્પિટલમાં હાથની સારવાર કરાવ્યા બાદ આ પરિવાર રાજસ્થાન પરત જવા નીકળ્યો હતો એ વખતે ડીસાના બાઈવાડા નજીક રસ્તામાં કારના ચાલકને ઊંઘનું ઝોંકુ આવી જતાં તેણે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.

જેથી કાર રોડ સાઈડે ઉતરી ગઈ હતી. આ અસ્માત વખતે કારમાં બેઠેલાં રાણીવાડા ગામનાં બતુલબેન મકારામ નટ અને તેમનાં પુત્રવધુ પેપાબેન રાજેશભાઈ નટને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેમણે 108 દ્વારા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગે કાર ચાલક રાજુભાઈ મકારામ નટે જણાવ્યું હતું કે, આ અસ્માતમાં ઈજાગ્રસ્ત સાસુ - વહુને ડીસાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે ફરી એ જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.