દાહોદ શહેર-જિલ્લામાં ચૂંટણી મતદાન પૂર્ણ થવાના કલાકથી ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ
દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર ચૂંટણી મતદાન પૂર્ણ થવાના કલાકથી ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. ચૂંટણી પ્રચાર માટે જે-તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે મતદાનના આખરી કલાકથી ૪૮ કલાક પહેલા તે મતવિસ્તારમાં હાજર રહે નહીં તે સુનિશ્ચિત કરવા સૂચના આપેલ છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો,
જેથી દાહોદ શહેર-જિલ્લા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી મતદાન પુરુ થવા માટે નિયત થયેલ સમય સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયમાં ચૂંટણી સંબંધિત કોઈપણ જાહેરસભા કે સરઘસને એકત્રિત કરવા આયોજન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચૂંટણી સંબંધમાં કોઈ જાહેર સરઘસ, સંબોધન, સભા બોલાવવી કે યોજવી નહીં, લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવો નહીં, સિનેમેટોગ્રાફી (ચલચિત્રો) ટેલિવિઝન કે અન્ય આવી આવી પ્રણાલીઓના માધ્યમ વડે ચૂંટણી સંબંધિત કોઈપણ બાબત જાહેર જનતાને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ રહેશે. જાહેર જનતાને આકર્ષવાના ઉદ્દેશ્યથી કોઈપણ સંગીત સમારોહો કે કોઈપણ અન્ય મનોરંજન કે આનંદ પ્રમોદનું આયોજન કરીને અથવા આયોજન કરવાની વ્યવસ્થા કરીને જાહેરમાં કોઈપણ ચૂંટણી બાબતનો પ્રચાર નહી કરી શકાય. મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન, મેગાફોન, લાઉડ સ્પીકર, કોર્ડ લેસ ફોન ના ઉપયોગ પર પ્રતિબંધ કરવામાં આવે છે.
ચૂંટણી ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓ લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો અમલ તા. ૦૫-૦૫-૨૦૨૪ થી કરવાનો રહેશે. હુકમના ઉલ્લંઘન બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એમ નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલે જાહેરનામા દ્વારા જણાવ્યું છે.