જાફરાબાદ શહેરમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું

જાફરાબાદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજરોજ ખારવા સમાજની મહિલાઓ દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ખરવા સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ હતી

દર વર્ષે શ્રાવણ માસના પૂનમના દિવસે એટલે કે નાળિયેરી પૂનમ તે ખારવા સમાજનો મોટામાં મોટો તહેવાર માનવામાં આવે છે આ દિવસે દરિયાદેવનું પૂજન કર્યા બાદ સાગર પુત્ર પોતાના ધંધાર્થે દરિયામાં માછીમારી કરવા માટે જતા હોય છે અને તેમાં કોઈના પતિ કોઈના દીકરા કોઈના ભાઈ દરિયામાં માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન કરતા હોય છે અને તેના દીર્ઘ આયુષ અને દરિયાદેવ તેમને સલામત રાખે તેવી પ્રાર્થના સાથે દરિયાદેવને દૂધના બેડા સાથે અપીલ ગુલાલ કંકુ ચઢાવી પ્રાર્થના કરવામાં આવે છે... અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે જેમાં ખારવા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહે છે અને ભૂદેવ દ્વારા શાસ્ત્રોત વિધિ સાથે પૂજન વિધિ કર્યા બાદ પોત પોતાની બોટો દરિયામાં માછીમારી કરવા માટે રવાના કરવામાં આવે છે

રિપોર્ટ બાબુભાઈ વાઢેળ જાફરાબાદ અમરેલી