હે.ઉ.ગુજરાત યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે કોંગ્રેસ દ્વારા પાટણ વિધાનસભાની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ..

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ને સતા નુ સુકાન અપાવવા સંગઠન મજબૂત બનાવવું પડશે : રામલાલ ઝાટ...

કોંગ્રેસને સતા ઉપર લાવવા દરેક કાયૅકતૉઓએ કોંગ્રેસ ની વાત જન જન સુધી પહોચાડવી પડશે : ચંદનજી ઠાકોર..

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ને પાર્ટી દ્વારા જે પણ જવાબદારી સોંપવામાં આવે તેને નિષ્ઠાપૂર્વક અદા કરવી પડશે : ડો.કિરીટ પટેલ..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં રંગભવન હોલ ખાતે શુક્રવારના રોજ કોંગ્રેસ દ્વારા પાટણ વિધાનસભા મતવિસ્તારની વિસ્તૃત કારોબારી ની બેઠક રાજસ્થાન ના રેવન્યુ મિનિસ્ટર અને પાટણ લોકસભા ઇન્ચાર્જ રામલાલ ઝાટ ની ખાસ ઉપસ્થિત વચ્ચે યોજાઈ હતી. 

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજસ્થાનના રેવન્યુ મિનિસ્ટર રામલાલ ઝાટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ને સતા સ્થાને બેસાડવા સંગઠન ની તાકાત ખુબ જરૂરી છે ત્યારે કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો એ અંદરો અંદર ના મતભેદો ભૂલીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સતા સ્થાને બેસે તેવા પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ચુંટણી સમયે કોંગ્રેસના આગેવાનો કે કાયૅકરો ને પાર્ટી દ્વારા જે પણ જવાબદારી સોપવામાં આવે તેને પુરી નિષ્ઠાથી નિભાવી કોંગ્રેસ નાં વિજયમાં સહભાગી બનવા હાંકલ કરી હતી.

સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક કોંગ્રેસ નાં આગેવાનો કાર્યકરો એ જન જન સુધી કોંગ્રેસ ની વાત પહોચાડવી પડશે અને કોંગ્રેસ નું શાસન સ્થપાશે તો ગેસનો સિલિન્ડર ફકત ૫૦૦ રૂપિયા માં આપવામા આવશે તેવી વાત દરેક જગ્યાએ ચચૉવી જોઈએ તેમ જણાવી

આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ વિશેષ માગૅદશૅન પુરૂ પાડ્યું હતું.

યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે મળેલી પાટણ વિધાનસભા વિસ્તાર ની વિસ્તૃત કારોબારી બેઠક માં પ્રદેશ કોંગ્રેસ તથા પાટણ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ,આગેવાનો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.