જાફરાબાદ કામધેનુ ગૌશાળા દ્વારા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ લોકમેળો ખુલ્લો મુકતા ખંઢેરા હનુમાન મંદિરના મહંત ગોમતીદાસ બાપુ તેમજ પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી...

જાફરાબાદ શહેરમાં વઢેરા ઉના રોડ ઉપર આવેલ ghcl ગ્રાઉન્ડ ખાતે આનંદ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો કામધેનુ ગૌશાળા ના લાભાર્થે આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગૌશાળા ટ્રસ્ટના દરેક કાર્યકર્તાઓ સારી એવી સેવા આપી રહ્યા છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં આ ગૌશાળામાં 150 થી 200 જેટલી ગાયો ની સેવા કરવામાં આવી રહી છે અને આ ગૌશાળામાં ઘણી ગયો લુલી લંગડી હોય છે તેની સેવા આ ગૌશાળા ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે આ આનંદ મેળામા પુવૅ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ગોમતીદાસ બાપુ મનહરભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાયૅકરો મુસ્લિમ સમાજના આગેવાનો વેપારી ઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં લોકમેળાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે પરંતુ બે વર્ષથી કોરોના કાળ હતો જેના કારણે મેળા નું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે આ ગૌશાળામાં જે ગાયોની સેવા કરવામાં આવી રહી છે તેના હિતાર્થે આ મેળાનું ભવ્ય આયોજન કરાયું છે અને જે આ મેળામાંથી આવક થાય છે તે લુલી લંગડી અને બહારથી કોઈ માલિક વગરની ગાયોને અહીં ગૌશાળામાં લાવી તેની સેવા કરવામાં આવે છે અને આ લોકમેળામાં આવતી રકમ તેના ખર્ચમાં વાપરવામાં આવતી હોય છે આ

રાજુલા જાફરાબાદ અને ખાંભા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોને તહેવારના સમયમાં આ લોકમેળા નો લાભ લેવા માટે કામધેનુ ગૌશાળા ના ટ્રસ્ટી વિરમસિંહ વિક્રમસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે

રિપોર્ટ બાબુભાઈ વાઢેળ, જાફરાબાદ અમરેલી