*ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેટ્રોલીંગ દરમિયાન અનાજ ભરેલો બીલ વગરનો ઘઉંના જથ્થાનો જપ્ત કરવામાં આવેલ ટ્રક*
સાબરકાંઠા જિલ્લામાં રેશનિગની દુકાનો દ્વારા ગરીબ લોકોનું અનાજ સગેવગે કરવામાં આવતી હોવાની ફરિયાદો જિલ્લા પુરવઠાને મળતા તેની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જે અન્વયે ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા પુરવઠા દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું તે.દરમિયાન અંબાજી તરફથી ખેડબ્રહ્મા તરફ અનાજનો ભરેલો ટ્રક આવતો જોતા તેને શંકાના આધારે રોકતા તથા ભરેલ અનાજ અંગેની માહિતી પૂછવામાં આવતાં તે અંગેનો યોગ્ય જવાબ ન મળતા, શંકા જતાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સદર ટ્રક નંબર GJ 09 AU 5623 ને મામલતદાર કચેરીએ લાવી તપાસ હાથ ધરવામાં આવી છે
.આ બાબત સ્થાનિક પુરવઠા ક્લાર્કને પૂછતાં સંતોષકારક જવાબ ન આપતા ખેડબ્રહ્મા મામલતદાર એચ.બી.કોદરવીને પૂછતાં તેમણે જણાવેલ કે સદર ટ્રકને જપ્ત કરવામાં આવેલ છે અને આ ટ્રકમાં રહેલ અનાજનો જપ્ત કરવામાં આવેલ માલ પુરવઠા ગોડાઉનમાં સિઝ કરવામાં આવશે તથા પકડવામાં આવેલ ટ્રકને પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવશે તથા જપ્ત કરેલ માલની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. ગુનેગારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહિ તથા વધુ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે
Atn News khedbrhma