રવિવાર ના રોજ નાપા ખાતે મદ્રાસાએ મિફતાહુલ ઈસ્લામ સંસ્થા દ્વારા શિફા કિલીનિક દવાખાનું તથા શિફા મેડિકલ સ્ટોર નું લોકાર્પણ કરવામાં આવ્યું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહિતી અનુસાર બોરસદ તાલુકામાં આવેલ નાપા તળપદ ગામના મુળ રેહવાસી મૌલાના ઈસ્માઈલ કાજી સાહેબે ૧૯૭૩ ની સાલમાં નાના બાળકોને દીની તાલીમ મળે તે હેતુથી એક નાના મદ્રાસાની શરુંઆત કરવામાં આવી હતી ત્યારબાદ ધીરે ધીરે તમામ લોકોનો સાથ સહકાર મળતો રહ્યો ત્યારે તેઓએ એક મોટા મદ્રાસાની શરુંઆત કરી જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા એવા શહેર તથા ગામડાઓ માંથી સારી તાલીમ મેળવવા માટે ૩૦૦ થી વધુ છોકરાઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો સાથે સાથે ૧૯૯૨ તેઓએ દુન્યાવી શિક્ષણ માટે એક થી દસ ધોરણ સુધીની પ્રાથમિક શાળા પણ ચાલુ કરવામાં આવી હતી આ સાથે સર્વ સમાજના લોકો માટે એમની સંસ્થા દ્વારા ગામમાં તથા આજુબાજુના નજીકના વિસ્તારોમાં પણ ઘણી બધી સેવાઓ આપવામાં આવી રહી છે ગામમાં એમ્બુલન્સ ની વારંવાર જરૂર પડતાં તેઓની સંસ્થા દ્વારા નાપા ગામને એમ્બુલન્સ પણ અર્પણ કરવામાં આવી હતી આજે નાપા ગામના લોકો જેમાં દરેક સમાજના લોકો તેમની સંસ્થા દ્વારા મળતી સેવાઓનો લાભ લઈ રહ્યા છે જેમાં આજના સમયમાં મોઘવારી એ દટ વાળી દીધો છે એવા સમયમાં આપડા જીવનમાં ખાસ કરીને બીમારીઓ ના કામકાજ અંગે જરૂર પડતાં દવાખાનાઓની જેમાં મોટી હોસ્પિટલોમાં સારવાર ખુબજ મોંઘી હોવાથી જેમાં મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના લોકોને ખુબજ મુશ્કેલીઓ સામનો કરવો પડે છે પરંતુ બીમારી માંથી બહાર નીકળવા અને પોતાનું જીવ બચાવવા માટે તનતોડ મેહનત કરીને કમાયેલા પૈસાઓ મોટી હોસ્પિટલમાં ખર્ચવા પડતાં હોય છે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને નાપા ગામની આ સંસ્થા દ્વારા આજરોજ શીફા દવાખાનું તથા શિફા મેડિકલ સ્ટોર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ સંસ્થા ના હોદેદારો નો મુખ્ય હેતુ એ હતો કે આપડુ આ ગામ ખુબજ મોટુ અને વધારે વસ્તી ધરાવતું આ ગામ છે જેમાં અનેક લોકો ઘણી બધી જાત જાતની બીમારીઓનો ભોગ બનતાં હોય છે જેને લઈને આપડા સમાજને દુર દુર સુધી જવું ના પડે તે માટે નજીવી ફી લઈને રાહત દરે આ દવાખાનું ચાલુ કરાવામાં આવી રહ્યું છે

વધુમાં જણાવ્યું હતું કે જો ગામના તમામ લોકોનો સાથ સહકાર મળી રેહશે તો આગામી સમયમાં એક મોટી જનરલ હોસ્પિટલ નાપા ખાતે ચાલુ કરવામાં આવશે

અંતમાં આ શુભ કાર્યોને સફળ બનાવવા માટે મૌલાના ગુલામ રસુલ ગોધરવી.આણંદ ના જાણીતા વિહાર હોસ્પિટલના માલિક ડોક્ટર પંકજ પરીખ.ડોકટર શેખ સાહેબ તારાપુરી.તથા ગામના સરપંચ સાલીમ કાજી તથા નામી અનામી આગેવાનો એ ખાસ હાજરી આપીને આ સુંદર કાયૅક્રમની શોભા વધારી હતી અને આવેલા તમામ મેહમાનો નું સાલ તથા પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તમામ કાયૅક્રમનું સંચાલન હાફીઝ સોહીલ કાજી તથા આરીફ કાજી દ્વારા પુરુ પાડવામાં આવ્યું હતું વધુમાં આવનાર તમામ મેહમાનો તથા ગામનો સ્થાનિક લોકોનો મૌલાના સોહીલ કાજી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટર :- અનવર અલી સૈયદ. ઠાસરા ખેડા ગુજરાત.