ડીસા શહેર દક્ષિણ પોલીસે જાહેરમાં મોબાઈલ પર ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે યુવકની અટકાયત કરી સટ્ટાની આઇડી આપનાર સહિત બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લોકસભાની ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતાના અમલ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે રામા કોમ્પ્લેક્સની બાજુમાં જાહેરમાં એક યુવક મોબાઈલ પર સટ્ટો રમતો હોવાની માહિતી મળી હતી.

જેથી પોલીસની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને પકડી તેના મોબાઇલની તપાસ કરતા તે આઇપીએલ ક્રિકેટ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડ્સ વર્સિસ પંજાબ કિંગ વચ્ચે ચાલી રહેલી મેચ પર સટ્ટો રમતો હોવાનો જણાયું હતું જેથી પોલીસે તરત જ તેની અટકાયત કરી હતી.

ઝડપાયેલ યુવક કરણ પંચાલના મોબાઇલની વધુ તપાસ કરતા ગૂગલ બ્રાઉઝરમાં પ્રથમ આઈડી STARTEXCH.com નામની વેબસાઇટમાં યુજર નેમ તરીકે 50CDK3 માં 1350, બીજા યુઝર નેમ તરીકે 50CDK1 માં 11400 અને ત્રીજી આઈડી DIAMONDEXCH999.com मां यु४२ नेम तरीडे CARTIAL137 માં 50 હજારનું બેલેન્સ દેખાયું હતું.

 જે મામલે ઝડપાયેલ યુવકને પૂછતા તેણે આ ત્રણેય આઈડી 62,751 માં પાલનપુરના આનંદ પટેલ પાસેથી લીધી હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસે સટ્ટો રમનાર અને સટ્ટો રમવા માટે આઈડી આપનાર સહિત બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.