ઘોઘંબા : સિનિયર ક્લાર્કને T.D.Oનો ચાર્જ આપવાનો વહીવટ ભારે પડ્યો કે શું.?

ઘોઘંબા અને ગોધરા તાલુકા પંચાયતના સત્તાકાળમાં ગ્રામ પંચાયતોના ઈ- ગ્રામ વહીવટને સરળ બનાવવા લાખ્ખો રૂપિયાના ખર્ચાઓ કરાયા.!! પંચમહાલ જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્કને તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સુપ્રત કરવાના અહો વૈચિત્રયમ જેવા વહીવટમાં ઘોઘંબા અને ગોધરા તાલુકા પંચાયતોમાં પંચાયતી રાજ પ્રોગ્રામ હેઠળ ભાગ્યે જ કોઈને સમજાય એવા લાખ્ખો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાની ક્રમશ: ચર્ચાઓ જે પ્રમાણે બહાર આવવા પામી છે આ ખર્ચાઓ તપાસો માંગે એવા છે.!! એટલા માટે કે એ ઈ-ગ્રામની સુવિધાઓના વહીવટોમાં કોમ્પ્યુટરના અપગ્રેડેશન માટે આ લાખ્ખો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.!! ગુજરાત સરકાર તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સુપ્રત કરવા માટે ભલે પરિપત્રો કરે પરંતુ પંચમહાલ જિલ્લા પંચાયતના સતાધીશોના સિનિયર ક્લાર્કને ઉપરવટ જેવા વહીવટથી તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સુપ્રત કરવાના આ વહીવટી નિર્ણયોમાં ઘોઘંબા અને ગોધરા ટી.ડી.ઓ.ની ચેમ્બરમાં બિરાજમાન અધિકારી દ્વારા ઈ-ગ્રામ સ્વરાજ યોજના અંતર્ગત લાખ્ખો રૂપિયાના ખર્ચાઓ એવા કર્યા છે કે ભાગ્યે જ કોઈની સમજણોમાં આવે એવા હોવાનું કહેવાય છે. એમાં ગોધરા કરતા ઘોઘંબા તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતોના ઈ-ગ્રામ વહીવટને સરળ બનાવવા માટે કોમ્પ્યુટરના પ્રોગ્રામને અપગ્રેડ કરવા માટે અઢળક ખર્ચાઓના બિલો ધડાધડ આ ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ કરીને પોતાના સિનિયર ક્લાર્કના વહીવટી અનુભવનો પરચો જિલ્લા સતાધીશોને ભલે આપ્યો પરંતુ આ પણ તપાસો માંગે એવા ખર્ચાઓ છે.!!!