સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે આજે રાજસ્થાન મંડાર જિલ્લા પોલીસ મથકના ફરાર આરોપીને ડીસામાંથી ઝડપી પાડયો હતો અને આરોપીને પકડી રાજસ્થાન પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતાના અમલ માટે પોલીસ પૂરતા પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો હોવાથી અહીં ગુનાહિત ગતિવિધિઓનું પ્રમાણ વધુ રહે છે. ત્યારે રાજસ્થાનના મંડાર જિલ્લામાં પ્રેમકુમાર નાગજીભાઈ માળી સામે આબકારી અધિનિયમ 19 અને 54 મુજબ ફરિયાદ નોંધાઇ હતી. જો કે ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર હતો અને રાજસ્થાન પોલીસ પકડથી દૂર નાસતો ફરતો હતો.
તે દરમિયાન ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ બનાસકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસ કરી રહી હતી. તે સમયે આ આરોપી ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલી નવદુર્ગા સોસાયટી આગળ તેના મકાન પાસે આંટાફેરા મારતો હોવાની માહિતી મળી હતી.
જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને આરોપીને પકડી લીધો હતો. ટીમે અત્યારે આરોપીની અટકાયત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપ્યો હતો તેમજ રાજસ્થાન પોલીસને પણ જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.