ગોધરાના ભર બજારમાંથી તારીખ .12 માર્ચના રોજ સગીરાનુ અપહરણ કરનાર દોઢ મહિનાથી અપહરણ અને પોકસોના ફરાર આરોપીની ધરપકડ કરવામા નાઆવતા મહિલા આયોગ ના વડા. શ્રી ને રજૂઆત.

પંચમહાલ અને ખેડા .એસ.પી.તથા અન્ય અધિકારીઓને લેખિતમાંરજૂઆત.

નડિયાદ .તા.24

ખેડા જિલ્લાના મહુધા ના યુવક દ્વારા તારીખ 12મી માર્ચ ના રોજ ઠાસરા તાલુકાના ઢુણાદરાગામની કિશોરીને ગોધરા બજારમાં આવેલ સ્ટાન્ડર્ડ બેકરી પાસેથી ભર બપોરે ભગાડી જનાર અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલા આરોપી અને તેને મદદગારી કરનાર આરોપીઓના નામજોગ મૌખિક અને લેખિતમાં ફરિયાદ આપવા છતાં છેલ્લા દોઢ મહિનાથી ફરાર આરોપીને પકડવા માટે ગોધરા પોલીસ દ્વારા કોઈ ખાસ કાર્યવાહી કરવામાં ના આવતા આખરે કિશોરીની માતાએ પોતાની સગીરવયની દીકરી પોતાને પરત મળે અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ના વડા. શ્રી .ગાંધીનગર. તેમજ પંચમહાલ અને ખેડા એસ.પી. તથા અન્ય લાગતા વળગતા પોલીસ અધિકારીશ્રીઓને કિશોરીની માતા એવા ફરિયાદીએ લેખિતમાં રજૂઆતો કરી. પોતાની દીકરીનું જીવ જોખમમાં હોય તથા આરોપી અને તેને મદદગારી કરનાર આરોપીઓ દ્વારા કિશોરી નું જીવન તમામ ભેગા મળી નકામું કરી નાખે તેવો ભય તેઓને થતા ફરિયાદીએ ગુજરાત રાજ્ય મહિલા આયોગ ના વડા શ્રી. ગાંધીનગર. તથા પંચમહાલ અને ખેડા .એસ.પી. તેમજ ગોધરા. ડાકોર અને મહુધા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિતમાં રજૂઆત કરી આરોપીની ચુંગાલમાંથી પોતાની સગીર વયની કિશોરીનું છુટકારો અપાવવા અને આરોપીની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી. હોવાનું જાણવા મળેલ છે

આ બનાવ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં તારીખ 14 માર્ચના રોજ ગુના. રજીસ્ટર નંબર. 11 20 7002240119. ના કામે આઇપીસી કલમ. 363.366 .પોકસો અધિનિયમનીકલમ.12 મુજબ ગુનાના કામે ફરિયાદ નોંધાવેલ છે. પરંતુ આજ દિન સુધી અપહરણ અને પોકસો ગુનામાં ફરાર આરોપીની દોઢ મહિના બાદ પણ ધરપકડ કરવામાં ના આવતા ફરિયાદીને લેખિતમાં રજૂઆત કરવાની ફરજ પડેલ છે અને ફરિયાદી આક્ષેપ કરેલ છે કે આરોપી અને તેને મદદ કરનાર ઇસમો રાજકીય વગ ધરાવતા માથાભારે તેમજ પૈસા પાત્ર હોય અવારનવાર ધાક ધમકી આપતા હોય તે માટેતેઓની ચુન્ગાલ માંથી કિશોરીનો છુટકારો મળે અને આરોપીની ધરપકડ થાય અને પોતાને સાચો ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવેલ છે

 આ માટે હવે ગોધરા અને ખેડા પોલીસ દ્વારા સધન તપાસ હાથ ધરી દોઢ મહિનાથી ફરાર અપહરણ અને પોકસોના ગુનામાં ફરાર આરોપી ની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ કરીફોન અને મોબાઈલ ડીટેલ મેળવી કિશોરીને ભગાડી જનાર આરોપી અને તેને મદદગારી કરનાર અન્ય આરોપીઓના નામ જે લેખિત અરજીમા આપેલ છે તેઓની ધરપકડ કરવામાં આવે તો ફરાર આરોપી અને કિશોરી મળી આવે તેવી શક્યતાઓ રહેલી છે માટે પોલીસ આ દિશામાં યોગ્ય તપાસ કરે અને ફરિયાદીને ન્યાય મળે તે માટે આરોપીની વહેલામાં વહેલી ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે

રિપોર્ટર,  અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત