ભરઉનાળે ભુક્કા કાઢી નાખે એવી અંબાલાલની આગાહી
આણંદ. અમદાવાદ .ગુજરાત.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળશે. આગામી 28-29 એપ્રિલે વડોદરા અને આણંદમાં તાપમાન 42 ડિગ્રીને વટાવી જશે. વડોદરા અને આણંદમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. તો આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થશે. અંબાલાલ પટેલે 10થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે.