ભાજપ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ ના યુવાનો ને જોડવા બાબતના સંબોધન બાદ ડેરોલ સ્ટેશન ના કૃણાલ બ્રહ્મભટ્ટ દ્વારા મોબાઈલ ચાલુ રાખી મારે એક પ્રશ્ન પૂછવો છે તેમ કહીને જિલ્લા પ્રમુખ દ્વારા યુવાનોના પ્રશ્નમાં ભારે ઉદાસીનતા દાખવતા હોવાની ફરિયાદ કરી હતી વધુમાં ટોટો કંપનીના 600 જેટલા કામદારો કેટલાય સમયથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે તેમજ સણસોલી ના યુવાનોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે બાબતે તેમજ ડેરોલ સ્ટેશનના નાળામાં પાણી ભરાઈ ગયું હતું ત્યારે સતત આ બધા મુદ્દાઓમાં જિલ્લા પ્રમુખ સહિત તમામ હોદેદારો ને ટેલીફોન કરી ઘટતું કરવા અને મુલાકાત લેવા જણાવ્યું હતું તેમ છતાં પણ જિલ્લા પ્રમુખ કે કોઇ પણ હોદ્દેદાર આ સ્થળે ફરકયા ન હતા અને ચૂંટણી આવે ત્યારે યુવાનો તેઓને યાદ આવે છે અમોને મોદી સામે કોઇ વિરોધ નથી પણ આવા જીલ્લા પ્રમુખો સામે સખત વિરોધ છે તેવુ કહી જાહેરમાં બળાપો વ્યક્ત કર્યો હતો જે સમગ્ર કાલોલ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं