પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામનો યુવાન આર્મીમાં સિલેક્ટ થઇ ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતનમાં પાછા આવ્યા ત્યારે ગામમાં ખુશીનો માહોલ જામ્યો હતો ચલાલી ગામના હર્ષદકુમાર લક્ષ્મણભાઈ ચૌહાણ નાનપણ થી ભારતીય સૈન્ય માં જોડાવાનું સ્વપ્ન જોતા હતા માતા - મામાં અને પરિવાર ના સહકાર અને સખ્ત પરિશ્રમ બાદ આ રાજપૂત સમાજના યુવાન નું સપનું સાકાર થયું છે તેઓ ફૌજ ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવ્યા ત્યારે ચલાલી ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હર્ષદભાઈ ચૌહાણના પિતા લક્ષ્મણભાઈ ચૌહાણનું ઘણા વર્ષો પેહલા અવસાન થયું હતું ત્યાર બાદ હર્ષદભાઈની માતા કોકિલાબેન ચૌહાણે દરજીકામ કામ કરી પોતાના બે બાળકોને ભણાવી ગણાવી મોટા કર્યા હતા ત્યારે આજે તેમાનો એક યુવાન પુત્ર હર્ષદભાઈ નાનપણ થી જ સૈન્ય માં જોડાઈ દેશ સેવા કરવી છે તેવા અરમાન ધરાવતો હતો માતાએ પણ પુત્ર ની ઇચ્છા ને સહર્ષ સ્વીકારી હર્ષદભાઈને તમામ સહકાર આપ્યો અને તે તનતોડ મહેનત કરવા લાગ્યો આખરે તેમની મહેનત ફળી હતી અને ભારતીય સૈન્ય માં પસંદગી પામ્યો હતો બાદ ભારતીય સૈન્ય ની ટ્રેનીંગ પૂર્ણ કરી ચલાલી વતન પરત ફર્યો તો તેમના સાથી મિત્રો સહિત ગામના સમસ્ત લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું હર્ષદભાઈ ખુલ્લી કાર માં સવાર થઈ લોકોને પ્રણામ કરી ગામમાં પરિભ્રમણ કર્યું હતું વેજલપુર બસ સ્ટેન્ડ થી ચલાલી સુધી ડીજે સાથે ત્રિરંગો લહેરાવી ભવ્ય સ્વાગત કરાયુ હતુ. યુવાનના સ્વાગત માં મોટી સંખ્યામાં ગ્રામજનો, કુટુંબીજનો અને બાઇકો સાથે યુવાનો આવી પહોંચ્યા હતા ડીજે સાથે રેલી સ્વરૂપે યુવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું માર્ગમાં ઠેર ઠેર ફૂલોનો વરસાદ વરસાવી અને હાર પહેરાવી વંદે માતરમ અને ભારત માતા કી જય ના જયઘોષ સાથે સ્વાગત કરાયું હતુંઅને લોકોએ પણ પુષ્પ વર્ષા કરી હતી ભવ્ય સ્વાગત કર્યું હતું.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं