હાલોલ: મુસ્લિમ સમાજ દ્વારા દેશભક્તિના ગીતોની તાલે વિશાળ તિરંગા યાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી..!!

ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં સમગ્ર દેશભરમાં આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થવાની ખુશી મનાવવામાં આવી રહી છે જે અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવના સૂત્ર હેઠળ સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજી આઝાદીનાં ૭૫ વર્ષની ખુશીઓ દેશના લોકો દ્વારા મનાવી દેશ ભક્તિનો પરચો આપવામાં આવી રહ્યો છે જ્યારે દેશભરમાં ઠેર ત્રિરંગા યાત્રાઓ પણ યોજવામાં આવી રહી છે જે અંતર્ગત હાલોલ નગર ખાતે શુક્રવારના રોજ નગરના મુસ્લીમ સમાજના અગ્રણીઓની અધ્યક્ષતામાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક વિશાળ બાઈક અને વાહન સ્વરૂપની વિશાળ તિરંગા યાત્રા નગરના રાજમાર્ગો પર દેશભક્તિની ભાવના સાથે ભારે દેશભક્તિ ભર્યા વાતાવરણમાં યોજવામાં આવી હતી જેમાં શુક્રવારની નમાજ બાદ બપોરના સુમારે તિરંગા યાત્રા નગરના પાવાગઢ રોડ ખાતેથી નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં હાલોલ મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો બાઇક સહિત વિવિધ વાહનો સાથે હાથમાં દેશની શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાને લઈને વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા જેમાં આ વિશાળ તિરંગા યાત્રાનું નેતૃત્વ હાલોલ નગરના મુસ્લીમ સમાજના અગ્રણી સલીમ પાનવાલા (સરજોન), સમીરભાઈ બજારવાલા, મયુદ્દીનભાઈ વાઘેલા, અજિજુલભાઈ દાઢી, અજીતભાઈ બરબટ,આરીફભાઈ મલેક, સરફરાજ બાગવાલા કલદાર,ફારૂકભાઇ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા,તસ્લિમ બાગવાલા કલદાર, સજજાદ દાઢી,તનજીલ બરબટ, સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને યુવાનોએ કર્યુ હતું જેમાં તિરંગા યાત્રા નગરના મોઘાવાડાના નાકેથી નીકળી પાવાગઢ રોડ પર રહી પાવાગઢ બાયપાસ રોડ ખાતે ફરી વડોદરા રોડ પર પહોંચી હતી જેમાં વડોદરા રોડ પર આવેલ હાલોલ નગરપાલિકા ખાતે મુસ્લિમ સમાજની ભવ્ય તિરંગા યાત્રાનું હાલોલ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ પટેલ સહિત સદસ્યોએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું જે બાદ તિરંગા યાત્રા બસ સ્ટેન્ડ પર રહી પરત પાવાગઢ રોડ પર મોઘાવાડાના નાકે આવી પહોંચી હતી જ્યાં તિરંગા યાત્રા નું માનભેર સમાપન કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ડીજેમાંથી રેલાતા દેશભક્તિના ગીતો પર મુસ્લિમ યુવાનો દેશભક્તિના રંગે રંગાઈને ઝુમી ઉઠયા હતા અને સમગ્ર નગરનું વાતાવરણ તિરંગામય બનાવી દીધું હતું જેમાં સમગ્ર તિરંગા યાત્રાના રૂટ દરમિયાન ડીજે માંથી રેલાતા દેશભક્તિના ગીતોએ સમગ્ર નગરના લોકોમાં દેશભક્તિનો જોમ,જુસ્સો ભરી દઈ દેશભક્તિનો માહોલ પેદા કર્યો હતો.