પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે ડાયવર્ઝનની કામગીરી પૂર્ણતાને આરે : જનતામાં આણંદ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

         પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે ડાયવર્ઝનની કામગીરી પૂર્ણતાને આરે હોઇ અને આ ડાયવર્ઝન અઠવાડિયામાં શરૂ થઈ જવાની વાતથી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

           ગત વર્ષે જુલાઈ માસના અંતમાં ભારજ નદી ઉપરનો પુલ બેસી જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે જનતાને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર ની રજૂઆતના અંતે રોડ અને રેલવેના પુલ વચ્ચે ૨.૩૪ કરોડના ખર્ચે ડાયવર્ઝન ની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. મહત્તમ કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે. બંને બાજુના રોડ ઉપર ડામરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ મહિનાના અંત સુધી આ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ થઈ જશે અને આ ડાયવર્ઝન જનતા માટે આધિકૃત રીતે ખુલ્લું મુકવામાં આવશે તેમ તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. 

          જોકે વન કુટીર, રંગલી ચોકડી થઈ હાલ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના કારણે પચીસ થી ત્રીસ કિલોમીટરનો ફેરો ફરવાનો મોટા વાહનોને વારો આવે છે ત્યારે હાલ જે ડાયવર્ઝન બની રહ્યું છે તે ડાયવર્ઝન ઉપર સિહોદ તરફથી લોકો પોતાના વાહનો લઇ આવે છે અને રોડના પુલની નીચે ક્રોસ કરી જનતા ડાયવર્ઝન ઉપર થઈ આ પુલને પાસ કરે છે. નદી નો પટ ખૂબ મોટો હોય અને તેમાં રેતી ખનન મોટા પ્રમાણમાં થયું હોવાના કારણે પાણીનું વહન એક પટ્ટામાં થઈ ગયું છે. જ્યાં ૧૧ જેટલી પાઇપો ની લાઈન નીચેની હરોળમાં તેમજ ૮ જેટલી પાઇપોની લાઇન ઉપરની હરોળમાં રાખી પાઇપોની બે લાઈનો પાડી છલ્યા જેવું બનાવી દેવામાં આવ્યું છે. જેના કારણે થોડું ઘણું પાણી આવશે તો આ ડાયવર્ઝન ચાલુ રહી શકશે. ટૂંક સમયમાં આ ડાયવર્ઝનને તંત્ર દ્વારા આધિકૃત રીતે ચાલુ કરવામાં આવનાર છે.

           આમ, ૨.૩૪ કરોડના ખર્ચે બની રહેલ ડાયવર્ઝન જનતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થનાર છે. હાલ પણ કેટલાક મોટા વાહન ચાલકો જનતા ડાયવર્ઝન ઉપર થઈ પુલી નીચેથી ક્રોસ કરી બની રહેલ ડાયવર્ઝન ઉપર થઈ પસાર થાય છે. જે પણ હાલ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ જ છે. 

સામાન્ય રીતે આ નદીના પટમાં રેતીનું ખનન એટલા મોટા પ્રમાણમાં થઈ જવા પામ્યું હોય જેના કારણે, નદી ના પટમાં મોટા મોટા ખાડા પડી જવાથી પાણીનું પ્રેશર ખૂબ વધી જાય છે અને જો પુલના મોટા પીલરો નીચે પણ ધોવાણ થઈ જતું હોય અને પુલ બેસી જતો હોય તો પછી શું આ પાઈપની બે હરોળથી બનાવેલું છેલ્લું ટકશે ખરું ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પોતે એન્જિનિયર હોય તેથી તેઓએ જે તે સમયે જ ઓલવેધર ડાયવર્ઝનની માંગ કરી હતી? જો એ પ્રકારનું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હોત તો ચોમાસામાં પણ આ ડાયવર્ઝન નો ઉપયોગ થઈ શકતો. નિષ્ણાતોનું માનવું છે કે એપ્રિલના અંત સુધી ૨.૩૪ કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે જે મેના અંત સુધી વધુ પ્રમાણમાં વરસાદ પડશે અને ડેમના દરવાજા ખોલવા પડશે તો તે સમયે આ ડાયવર્ઝન ધોવાઈ જશે અને ફરીથી રસ્તો બંધ થઈ જશે. તો શું આ ૨.૩૪ કરોડ રૂપિયા એક માસ માટે જ ખર્ચવામાં આવ્યા છે ? 

          ધોવાયેલા પુલની નીચે રીપેરીંગ નું કામ ચોમાસા પૂર્વે કરવામાં આવે તો ચોમાસામાં લાઈટ વેટ વેહિકલો હાલ જે પુલ ઉપરથી પસાર થાય છે એ પ્રમાણે પસાર થઈ શકશે. નહીં તો ફરીથી આ રસ્તો પણ બંધ થઈ જવાની દેહશત જનતાને સતાવી રહી છે. હાલ વન કુટીર, રંગલી ચોકડી થઈ જે ડાયવર્ઝન આપ્યું છે તે ડાયવર્ઝન ઉપર પણ મોટા મોટા ખાડા પડી જતા રસ્તો ખસતા થઈ જવા પામ્યો છે. તો તંત્ર આ વિસ્તારની જનતાની સમસ્યાને સમજી ઘટતું કરે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.