ભારતીય શેરબજારમાં સતત 4 સેશનથી વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે બજાર લીલા નિશાન પર ખુલ્યું અને એક દિવસના વેપાર પછી લીલા નિશાન પર બંધ થયું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું છે. આજે ટ્રેડિંગના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 371.69 પોઈન્ટ્સ અથવા 0.67%ના વધારા સાથે 56,053.64 પોઈન્ટ્સ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 105.60 પોઈન્ટ્સ અથવા 0.64%ના વધારા સાથે 16,710.85 પોઈન્ટ્સ પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળ્યા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 118.89 પોઈન્ટ વધીને 55,800 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. તે જ સમયે, 50 પોઇન્ટનો નિફ્ટી પણ 62 પોઇન્ટ વધીને 16,661.25 પર ખુલ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 28 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
હવે વાત કરીએ ગ્લોબલ માર્કેટની તો ગ્લોબલ માર્કેટમાંથી પણ સારા સંકેત મળી રહ્યા છે. યુએસ માર્કેટમાં લાભની હેટ્રિકથી રોકાણકારોને ફાયદો થયો. ડાઉ જોન્સ 150 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેક 1.4 ટકા વધ્યો હતો. ECBએ 11 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં 0.5%નો વધારો કર્યો છે
એલઆઈસીના શેરમાં આજે 22મી જુલાઈએ ફરી વધારો જોવા મળ્યો છે. આજે LICના શેર 0.45 પોઈન્ટ એટલે કે 0.065%ના ઘટાડા સાથે 688.00 પર ટ્રેડ કરી રહ્યા છે