દાંતીવાડા તાલુકાની ઝાત નદીમાંથી રેતી ભરીને વળાંકમાં પુરઝડપે પસાર થઇ રહેલા ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલો શ્રમિક નીચે પટકાયો હતો. જેનું મોત થયું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દાંતીવાડા તાલુકાના ઝાત ગામ નજીક પસાર થતી નદીમાંથી રેતી ભરીને પસાર થઇ રહેલા ટ્રેકટરના ચાલકે ઝાત ગોળીયા પાસેના વળાંકમાં પુરઝડપે ટ્રેકટર હંકાર્યું હતું. જ્યાં ટ્રોલીમાં બેઠેલા ઝાત ગામના દિનેશજી છગનજી ઠાકોર નીચે પટકાતાં રોડની સાઈડમાં બેહોશ હાલતમાં પડ્યા હતા. આ અંગે લોકોએ તેના પરિવારજનોને જાણ કરી હતી.

ત્યારબાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે પાંથાવાડા પોલીસને જાણ થતાં મૃતદેહને પી. એમ. અર્થે પાંથાવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો. આ અંગે શૈલેષભાઇ છગનજી ઠાકોરે અજાણ્યા ટ્રેકટર ચાલક સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.