પાવીજેતપુર ખાતે ૧૩૩મી આંબેડકર

જયંતિ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઇ

            પાવીજેતપુર ખાતે ૧૩૩મો બાબાસાહેબ આંબેડકર જયંતિ નો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો.

              પાવીજેતપુર નગરના છોટાઉદેપુર હાઇવે ઉપર આવેલ બાબાસાહેબ આંબેડકર સ્મારક ની છેલ્લા બે દિવસથી સજાવી દેવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર નગરમાં જય ભીમની ધ્વજાઓ લગાવી દઈ, ૧૩૩મી બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી હતી.

           પાવીજેતપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોકમાં આજે વહેલી સવારે ફટાકડામાં વનજાર થી ૧૩૩મી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી નગરના તેમજ પૂર્વ પટ્ટી વિસ્તારના અગ્રણીઓ આ સ્થળ પર ઉપસ્થિત રહી પ્રતિમાને પુષ્પાંજલિ કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ સમયે રોહિત સમાજના અગ્રણી અને બોડેલી વકીલ મંડળના પ્રમુખ એવા લલિત ચંદ્ર રોહિતે સંવિધાનના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર વિશે બોલતા જણાવ્યું હતું કે સમાજના દરેકે દરેક વર્ગને સમાન હક પ્રાપ્ત થાય તેમજ સરકારો સંવિધાન નું અનુસરણ કરી દેશને વ્યવસ્થિત ચલાવે તેવું સંવિધાન લખનાર એવા બાબા સાહેબ આંબેડકરને યાદ કરી ૧૩૩મી આંબેડકર જયંતિને ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી.

           આમ, પાવીજેતપુર માં ૧૩૩ મી આંબેડકર જયંતિ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી.