હવાઈ મુસાફરી માટે અન્ય ઓપ્સન ‘અકાસા એર’ 7 ઓગસ્ટે લોન્ચ થવા જઇ રહી છે અને આ એરલાઈન્સે આજથી તા. 22 જુલાઈથી ટિકિટ બુકિંગ શરૂ પણ કરી દીધું છે. અકાસાની ફ્લાઈટ હાલ મુંબઈ-અમદાવાદ અને બેંગલુરુ-કોચ્ચિ રુટ પર ફ્લાય કરશે.

હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે સારી વાત એ છે કે ફ્લાઈટનું ન્યૂનતમ ભાડું 3282 રૂપિયા છે.
અકાસા લો કોસ્ટ એરલાઈન્સ હોય તે સ્પાઈસજેટ, ઈન્ડિદો અને ગો ફર્સ્ટ સાથે હરીફાઈમાં ઉતરશે.

અકાસા એર બુધવારને બાદ કરતાં રોજ મુંબઈ-અમદાવાદ વચ્ચે ઓપરેટ કરાશે. મુંબઈથી તેનો ડિપાર્ચર ટાઈમ 10.05નો હશે. તે જ રીતે અમદાવાદથી પરત થવાનો ટાઈમ બપોરે 12.05નો છે. મુંબઈથી ફ્લાઈટની ટિકિટ 4,314 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે અમદાવાદથી ફ્લાઈટની ટિકિટ 3,906 રૂપિયા છે.
મુંબઈથી અમદાવાદની બીજી ફ્લાઈટ બપોરે 2.05 વાગે ઉડાન ભરશે, જ્યારે અમદાવાદથી રિર્ટન 4.05એ થશે. આ ફ્લાઈટ માટે મુંબઈથી ટિકિટ 3,948 રૂપિયાથી શરૂ થશે, જ્યારે અમદાવાદથી ફ્લાઈટની ટિકિટ 5,008 રૂપિયાથી શરૂ થશે.
એરલાઈન બેંગલુરુથી કોચી રુટ માટે સવારે 7.15 અને 11 વાગે રોજ ઓપરેટ થશે. તેની ટિકિટ 3,483 રૂપિયા રાખવામાં આવી છે. કોચીથી પરત ઉડાન સવારે 9.05 અને બપોરે 1.10 વાગે છે. તેની ટિકિટની કિંમત 3,282 રૂપિયાથી શરૂ થાય છે.
મોબાઈલ એપ, વેબસાઈટથી કરી શકાશે બુકિંગ
ફ્લાઈટ બુકિંગ મોબાઈલ એપ, મોબાઈલ વેબ અને ડેસ્કટોપ વેબસાઈટ www.akasaair.com, ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી કરી શકાય છે. એરલાઈન્સની ઓન-બોર્ડ મીલ સર્વિસ પણ છે. જેને કેફે અકાસાથી બુક કરી શકાય છે. પાસ્તા, વિયતનામી રાઈસ રોલ, હોટ ચોકલેટ અને ઈન્ડિયન કૂકીઝ જેવી વસ્તુઓ અકાસા કેફેમાં હાજર સ્ટોકમાં મળશે.

2023ના ઉનાળા સુધીમાં અકાસા ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી દેશે. ત્યાં સુધીમાં 20 એરક્રાફ્ટ સામેલ થશે. અકાસામાં અત્યારે 737 મેક્સ પાસે મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ઉડાન ભરવાનો ઓપ્શન હશે.
આમ હવે હવાઈ માર્ગે વધુ એક કંપનીએ સાહસ બતાવતા મુસાફરો માટે નવા ઓપ્સન ઉભા થઇ રહયા છે અને કંપનીઓ વચ્ચેની હરીફાઈ માં મુસાફરોને સીધો લાભ મળશે.