મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, રાણીપુરા-હાલોલનો ૧૩ મો વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવતાં જણાવ્યું હતું કે, મનુષ્ય જીવનમાં વ્યસનો અધોગતિને પંથે દોરે છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા હોય તેને કોઈનો પણ ભય રહેતો નથી. જેણે ભગવાન પ્રત્યે દ્રઢ આશરો કર્યો હોય તે હંમેશા નિર્ભય રહે છે.મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, રાણીપુરા-હાલોલના વાર્ષિક પાટોત્સવમાં મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી નિત્યવિગ્રહદાસજી સ્વામી, શ્રી દિવ્યનિલયદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો પધાર્યા હતા. સંતો અને હરિભક્તોએ સાથે મળી ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સંતવાણી - કથાવાર્તા વગેરે અધ્યાત્મસભર આયોજનો થયાં હતાં. આ અણમોલ અવસરે દેશો દેશનાં હરિભક્તોએ દર્શન, શ્રવણનો લાભ લીધો હતો.