સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલી સબજેલમાં અમદાવાદ જેલર ગુ્રપ ઝડતી સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં બેરેક નંબર ૧ અને ૨ ની પાછળના ભાગે આવેલી બે કુંડીમાંથી કુલ ૬ નંગ મોબાઇલ મળી આવ્યા હતાં. આ મોબાઇલ અંગે ઝડતી સ્કોડની ટીમે બેરેક નંબર ૧ અને ૨ માં રહેલા કાચા કામના કેદીઓની પુછપરછ હાથ ધરી હતી. પરંતુ કાચા કામના કેદીઓએ આ અંગે કોઇ કબુલાત કરી ન હતી. આથી ચેકિંગમાં આવેલી ટીમે તમામ મોબાઇલ કબજે કરી એફએસએલમાં તપાસ માટે મોકલી આપી સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.