મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ૫૦મા બાળમેળાને ખુલ્લો મૂક્યો...
તા. ૨૭થી ૨૯ જાન્યુઆરી સુધી ચાલનારા આ ત્રિ-દિવસીય બાળમેળામાં આનંદ બજાર, એડવેન્ચર ઝોન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિસરાતી રમતો, શૈક્ષણિક પ્રોજેક્ટ સહિત અન્ય પ્રવૃત્તિઓઓનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો લાભ લઈ શકશે...
મુખ્યમંત્રીશ્રીએ G20ની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્રને કેન્દ્રમાં રાખીને બાળમેળાના આયોજન બદલ શિક્ષણ સમિતિને ગૌરવસહ અભિનંદન પાઠવ્યાં...
 
  
  
  
  
   
   
  