ડીસા-પાટણ હાઈવે પર આજે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. બાઈકને ટક્કર મારી આઇસર ગાડીનો ચાલક ફરાર થઈ જતા બાઈકચાલક વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા 65 વર્ષીય ઉસ્માનખાન કુરેશી આજે બપોરના સમયે પોતાનું બાઈક લઈને પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા અને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઇસર ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડીચાલક ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે જોરદાર ટક્કર વાગતા બાઈક પરથી રોડ પર પટકાતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા.

આ બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.