પાવીજેતપુર નજીક આવેલ શિથોલના જુના જનતા ડાયવર્ઝન પાસેના રેતીની લીઝના પાણી ભરેલા ખાડામાં યુવાન ડૂબી જતા મોંત
પાવીજેતપુર નજીક જુના જનતા ડાયવર્ઝન પાસેના રેતીની લીજ ના પાણી ભરેલા ખાડામાં પશુ ચરાવવા ગયેલ સીથોલ ગામનો યુવાન ડૂબી જતા કમકમાટી ભર્યું કરુણ મોત થયું છે. જ્યારે તેઓના ભત્રીજાનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના સિથોલ ગામના રહીશ સંજયભાઈ ઇશ્વરભાઇ રાઠવા ( ઉમર વર્ષ ૩૭ ) નાઓ પોતાના બળદને લઈ તેમજ તેઓના પિતરાઈ ભાઈના બે પુત્ર માનવ અને આયુષની સાથે નદીના પટમાં બળદને પાણી પીવડાવવા માટે ગયા હતા. બપોર ના ૧૨ વાગ્યા ના અરસામાં રેતીની લીજના પાણી ભરાયેલા ખાડા પાસે તેઓ પોહચ્યા હતા. તે સમયે માનવનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગેલ, આ જોઈ સંજયભાઈ તેઓને બચાવવા રેતીની લીઝ ના ખાડામાં પડ્યા હતા. પરંતુ તેઓ વધુ અંદર જતા રહેતા તેઓનું કમ કમાટી ભર્યું કરુણ મોત થવા પામ્યું હતું જ્યારે ડૂબી રહેલા માનવને જોઈ આયુષે હિંમત કરી મહામુસીબતે બહાર કાઢી માનવને ડૂબતા બચાવ્યો હતો. નવયુવાનનું કરુણ મોત થતાં શીથોલ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
આમ, પાવીજેતપુર તાલુકાના શીથોલ ગામમાં યુવાન સંજયભાઈ ઈશ્વરભાઈ રાઠવા રેતીની લીઝ ના ખાડામાં પોતાના ભત્રીજા ને બચાવવા જતા પોતે ડૂબી ગયા હતા જ્યારે માનવને તેમના મોટાભાઈ આયુષે બચાવ્યો હતો.