એ.સી.બી.ની સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપીઓ : (૧) ભુપેન્દ્રભાઇ ધનસુખભાઇ ગામીત ડેપ્યુટી સરપંચ પાતાલ ગ્રામ પંચાયત, તા.માંડવી, જી.સુરત
(૨) શંકરભાઇ ઠાકોરભાઇ ચૌધરી, ૧૮ સાલૈયા બેઠક તાલુકા પંચાયત સભ્ય માંડવી, તા.માંડવી જી.સુરત
*ગુનો બન્યા* : તા.૦૪/૦૪/૨૦૨૪
લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૩૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૩૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૩૫,૦૦૦/-
ગુનાનુ સ્થળ* : મોજે માંડવી ખેડપુર ત્રણ રસ્તાથી જુના તાપી પુલ તરફ જતા રોડ ઉપર અગ્રેશ્વર મહાદેવ મંદિર નજીક જાહેર રોડ ઉપર
ગુનાની ટુંક વિગત* : આ કામના ફરિયાદીશ્રીની ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપેલ. જે જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે આ બંને આક્ષેપિતોને મળતા તેઓએ પ્રથમ રૂ.૧,૫૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. ત્યારબાદ રકઝકના અંતે બંને આક્ષેપિતો રૂ.૮૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ અને સદર ઠરાવ પસાર થએથી તમામ પૈસા ચુકવી આપવાનું નક્કી થયેલ અને હાલ જે પૈકીના રૂ.૩૫,૦૦૦/- ની લાંચની રકમ આક્ષેપિતોને આપવાની હોય જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિત નં.૨ નાઓએ આક્ષેપિત નં.૧ સાથે પંચ સાહેદની હાજરીમાં હેતુલક્ષી વાતચિત કરી ફરિયાદી પાસેથી આક્ષેપિત નં.૨ નાએ રૂ.૩૫,૦૦૦/- લાંચની રકમ સ્વિકારી બંને પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
*ટ્રેપીંગ અધિકારી* : સુ.શ્રી એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, ઇન્ચાર્જ તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી* શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.