લોકસભા સામાન્ય ચૂંટણી 2024
ઈડરિયો ગઢ લોકશાહી પર્વનો સહભાગી બન્યા*
સહભાગીમતદાન માટે પ્રેરિત કરતા વિવિધ વાક્યો દ્વારા મતદાન માટે મતદારોને અપીલ કરાઈ*
સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનો ઐતિહાસિક ઈડરિયો ગઢ મતદાન માટે લોકોને પ્રેરિત કરી રહ્યો છે.
સાબરકાંઠા ની શાન ગણાતા ઈડરીયા ગઢ પર મતદારોને મતદાન માટે જાગૃત કરવા અને પ્રેરિત કરવા માટે વોટ ફોર ઇન્ડિયા, સાબરને સંગ મતદારનો ઉમંગ, મોટામાં મોટું દાન એટલે મતદાન, સાબર તારો સમજુ મતદાર દેશ માટે કરે મતદાન જેવા પ્રેરણા આપતા વાક્યો દ્વારા તારીખ 7 મે 2024 ના દિવસે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી તે માટે અપીલ કરવામાં આવી રહી છે.