બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી આગામી લોકસભાની ચૂંટણીને લઇ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે મંગળવારે ડીસા ડીવાયએસપી સી.એલ.સોલંકી ડીસા સીપીઆઈ બી.પી.મેઘલાતર ના માર્ગદર્શન હેઠળ આગથળા પોલીસની ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન જામનગર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે
આગથળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.એચ.જાડેજા મંગળવારે સ્ટાફના શ્રવણસિંહ, વિરભદ્રસિંહ,મહેન્દ્રસિંહ,
દશરથભાઈ,દેવાભાઈ, સહિતની ટીમ સાથે લોકસભાની ચૂંટણીને લઇ નાસ્તા ફરતે આરોપીઓને પકડવા માટે ખાસ પેટ્રોલિંગ હાથ ધાર્યું હતું તે દરમિયાન ખાનગી બાતમીના આધારે આગથડા પોલીસની ટીમે જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. ૧૧૫/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ એ.ઈ. ૮૧ મુજબના ગુનાનો છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપી ભરતભાઈ પનાજી દુધવાળ (જાટ) રહે. શેરપુરા તા.ડીસાવાળાને તેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો હતો અને તેની અટકાયત કરી આગથળા પોલીસે જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશન માં જાણ કરી છે