પાટણ લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જિલ્લા અને દરેક તાલુકામાં પોલીસ સક્રિય થઈ છે. એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો, સાયબર ક્રાઈમ સહિતની ટીમો પ્રોહિબીશન, આર્મ એક્ટ, નાસતા ફરતા આરોપી પકડવા, એનડીપીએસ એક્ટ સહિતના ગુનાના ઉદે ઉકેલવા માટે કામે લાગી હતી. જ્યાં એસઓજીની ટીમે માતરવાડી ગામ નજીક પસાર થતી એક ઈકોમાંથી ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે રૂપિયા ૨.૪૮ લાખથી વધારેની મત્તા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.પાટણ લોકસભા બેઠક ઉપર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ એસઓજી ટીમના સ્ટાફને બાતમી મળી હતી કે ડીસા તરફથી એક સફેદ કલરની ઈકો ગાડીમાં કેટલાક શખ્સો ગાંજાનો જથ્થો રાખી પાટણ થઈ દસાડા (સુરેન્દ્રનગર) તરફ જનાર છે. જેથી પોલીસે માતરવાડી ગામથી આગળ સરસ્વતી નદીના બ્રીજ પાસે નાકાબંધી ગોઠવી હતી. પોલીસ વોચમાં હતી તે સમયે ડીસા તરફથી આવતી એક ઇક્કો ગાડીને ઉભી રખાવી તેમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતાં ૨૪ કિલો ૮૯૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂ. ૨,૪૮,૯૦૦નો ગાંજો, રૂપિયા બે લાખની ઈકો, ૧૫ હજારના ૩ મોબાઈલ અને ૨૦૨૦ રોકડ મળી કુલ રૂપિયા ૪,૬૫,૯૨૦ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. પાટણ સીટી બી ડિવીઝન પોલીસે ઝડપાયેલા ચાર અને તપાસમાં ત્રણ શખ્સોનાં નામ ખુલતાં સાત શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
8 अगस्त को भाजपा शक्ति केंद्र आलनिया मे भाजपा कार्यकर्ताओं की बैठक
भाजपा शक्ति केंद्र आलनिया मे भाजपा कार्यकर्ताओं की बैठक 8 अगस्त गुरूवार दोपहर 1:00 बजे हनुमान शिव...
शराब पीते वक्त चीयर्स बोलकर गिलास क्यों टकराते हैं? #Shorts Cheers before drink
शराब पीते वक्त चीयर्स बोलकर गिलास क्यों टकराते हैं? #Shorts Cheers before drink
तालेड़ा मे सावन के चौथे सोमवार पर शिवभक्ति की धूम, शिव शक्ति सेवा मंडल की प्रथम कावड़ यात्रा
तालेड़ा
तालेड़ा मे शिव शक्ति सेवा मंडल द्वारा आयोजित सावन के चौथे सोमवार के अवसर पर...
PIMPLES को बोलो Goodbye | It's time to get CLEAR & SPOTLESS SKIN!
PIMPLES को बोलो Goodbye | It's time to get CLEAR & SPOTLESS SKIN!
મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા...